આનંઢ લહેર ઇચ્છો એ મેળવો જીવનનાં અનેક પાસાંઓ છે - પરિવાર, સંબંધો, શિક્ષણ કરિયર, સ્વાથ્ય, રોજગાર અને ન જાણે કેટલીય એવી બાબતો, જેના પર આપણી ખુશાલી અને સફળતાનો આધાર હોય છે. સમયના વહેણમાં વહેતા આપણે, તેમાં ક્યાંક ને ક્યાંક ગૂંચવાતા, અટકતા અને લડખડાતા રહીએ છીએ. જીવનસાગરમાં એવી પણ લહેરો ઊઠે છે, જેની ઝપટમાં આવીને આપણે લગભગ ડૂબવા લાગીએ છીએ. ત્યારે આપણને ખોજ હોય છે એક નાવની, એક સુકાનની, એક નાવિકની જે આપણને ભવસાગર પાર કરાવી દે. આ પરિસ્થિતિમાં કોઈ એવું મળી જાય કે જે આપણને માત્ર માર્ગ જ ન બતાવે, પણ આપણી નિરાશાને જ પ્રેરણા બનાવી દે, આપણાં દુઃખદદને જ આનંદમાં બદલી નાખે, અને મુશ્કેલીઓથી ભરેલી આપણી જીવનધારામાં આનંદની લહેર વહાવી દે, તો તમે શું કહેશો ?
સદ્ગુરુ એવી વ્યક્તિ છે, જે માત્ર આધ્યાત્મની જ ચર્ચા નથી કરતી, પરંતુ જીવનની દરેક પરિસ્થિતિ વિષે એવો અભિપ્રાય આપે છે - બતાવે છે, કે જે આપણી અંદર સ્પષ્ટતા લાવે છે, આપણી જીવનનૌકાને વમળમાંથી બહાર લાવે છે. આ વમળ એ જ છે, જેમાંથી આપણે બધાએ ક્યારેક તો પસાર થવું પડે છે. સ્વાભાવિક છે કે આપણા બધાની પરેશાનીઓ લગભગ એક જેવી જ હશે, સદ્ગુરુ સિન્ધ - સમુદ્રમાંથી ઊઠેલી આનંદની કેટલીક લહેરોને તમારા સુધી પહોચાડવાનો પ્રયત્ન છે : આ પુસ્તક . પૂરો વિશ્વાસ છે કે આ લહેરો - આનંદની લહેરો તમારા અત : કરણને સ્પર્શશે અને તમને આનંદથી તરબોળ કરી દેશે.
સદ્ગુરુ આપણે સદીઓથી જુદા જુદા ધર્મ, ગ્રંથો કે સંતો પાસેથી જે વાતો સાંભળતા આવ્યા છીએ, તે જ વાતોને દોહરાવતા નથી. તેઓ જે પણ વિષય પર બોલે છે તેમાં તેમના જ્ઞાન અને અનુભવનો ઊંડાણ સાથે આધુનિકતા અને વિજ્ઞાનનો પણ સમન્વય હોય છે. દરેક વિષયના મૂળ સુધી જઈને પોતાના અનુભવમાં ઉતાર્યા પછી જ, તેને તેઓ બીજાની સમક્ષ રજૂ કરે છે - વહેચે છે. વિશ્વશાંતિ અને ખુશાલીની દિશામાં અવિરત કાર્ય કરતા રહેતા સગુરુના રૂપાંતરણકારી - પરિવર્તનશીલ કાર્યક્રમો દ્વારા દુનિયાના કરોડો લોકોને નવી દિશા મળી છે.
- Free Shipping available on book orders above Rs 499
- Complimentary Sadhguru Discourse DVD on book orders above Rs 499